Pandit vijay shankar mehta biography of mahatma
Pandit Vijay Shankar Mehta, Spiritual guide and writer, Ujjain, India..
આજનો જીવન મંત્ર:ભગવાન બલિથી નહીં, સત્ય બોલવાથી અને સેવા કરવાથી પ્રસન્ન થાય છે
3 વર્ષ પેહલાલેખક: પંડિત વિજયશંકર મહેતા
વાર્તા- મહાત્મા ગાંધીજી ચંપારણના એક ગામમાં સેવા કાર્ય કરી રહ્યા હતા.
Tag your Garba.
તે સમયે ત્યાંથી એક સરઘસ નીકળી રહ્યું હતું. ગાંધીજીને ઉત્સુકતા થઈ કે ચંપારણમાં કંઈક તો અલગ થાય છે, હું પણ જોવું કે અહીં કેવા પ્રકારનું સરઘસ નીકળે છે.
સરઘસમાં ગાંધીજીએ જોયું કે એક બકરાને ફૂલનો હાર પહેરવાની શણગારવામાં આવ્યો હતો, તેનું સરઘસ કાઢવામાં આવ્યું હતું.
આ જોઈને ગાંધીજી આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓ થોડા આગળ ગયા અને સરઘસમાં સામેલ લોકોને પૂછ્યું, 'આ બકરાને આટલો શણગારીને ક્યાં લઈ જઈ રહ્યા છો?'
લોકોએ કહ્યું, 'આ બકરાની બલિ ચઢાવવામાં આવશે. દેવીને ભોગ ચઢાવાશે.
ગાંધીજીએ પૂછ્યું, 'દેવીને બકરાનો જ ભોગ કેમ ચઢાવવામાં આવે છે?'
લોકોએ કહ્યું, 'તેનાથી દેવી પ્રસન્ન થશે.' ગાંધીજીએ કહ્યું, સારું, 'દેવીની પ્રસન્નતા માટે બકરો ચઢાવી રહ્યા છો તો દેવીને વધુ પ્રસન્ન કરો, બકરા કરતા તો માણસ સારો છે, માણસનો ભોગ ચઢાવો તો દેવી વધુ પ્રસન્ન થઈ જશે.જો તમે દેવીને પ્રસન્ન કરવા માગતા હો અને કોઈ માણસ ન મળતો હોય તો હું બલિ માટે